કહેવાય છે કે કુતરાં જેવું વફાદાર કોઈ નથી. આવો જ એક કુતરો પોતાના બંને પગ કપાઈ ગયા હોવા છતાં પણ કરે છે અહીં રક્ષા

વિશ્વમાં જો કોઈ વફાદાર હોય તો તે પ્રાણીઓ છે.મનુષ્ય એક બીજાને નુકશાન પોહચાડી સકે છે,પણ પ્રાણીઓ ક્યારેય નુકશાન પોહચાડતા નથી.જયારે જો તે પ્રાણીઓને સારી એવી તાલીમ આપી હોય તો તે ખુબ જ મદ્દત રૂપ સાબિત થાય છે. દુનિયાના દરેક લોકોમાંથી ગણા લોકો એવા છે તેમના ઘરે કુતરાને રાખે છે.આ કુતરા તેમના માલિકને કોઈ નુકશાન નથી પોહચાડતા .તેવીજ રીતે સુરક્ષા સ્થળોએ પણ કુતરાઓને રાખવામાં આવે છે. ત તાલીમ બધ્ધ હોય છે.જેમ કે પોલીસ ફોર્સ હોય કે આર્મી જેમાં હવે કુતરાઓને પણ સામેલ કરેલા હોય છે.

બ્રિટિશ આર્મીમાં એક કુનો બેલ્જિયન માલિનોસ જાતિનો કૂતરો છે.અફઘાનિસ્તાનમાં એક ઓપરેશન દરમિયાન કુનોએ બહાદુરી બતાવી હતી. જો કે, ઓપરેશનમાં કુનોના પગ પર અનેક ગોળીઓ લાગી હતી.આમ ગયલ હોવા છતાં બહાદુર કૂતરાએ આતંકવાદીને નીચે પછાડ્યો હતો.પણ તેના પગે વાગેલી ગોળી ને કારણે તેને એક સર્જરી કરવામાં આવી હતી જેમાં તેને કૃત્રિમ પગ લગાવવામાં આવ્યા છે.બ્રિટિશ આર્મીનો આ પ્રકારનો પ્રથમ એવો કુતરો છે કે તે આ ઓપરેશન પૂરું પડ્યું હતું.

આ બહાદુર કૂતરાને બ્રિટનના સૌથી મોટા સન્માન વિક્ટોરિયા ક્રોસનો બીસ્ટ ઇક્વિલન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવશે.આ એવોર્ડથી તેને સમ્માનિત કરવામાં આવશે.આ કૂતરાએ અફઘાનિસ્તાનમાં અલ કાયદાના આતંકવાદીઓ સામે લડતી વખતે બ્રિટીશ સેનાના જવાનોના જીવ બચાવ્યા હતા.જો કે, આ કામગીરીમાં ગોળીઓને લીધે કૂતરાએ તેના બંને પગ ગુમાવી દીધા હતા.

આ બહાદુર કૂતરાને વિસ્ફોટક, શસ્ત્રો અને દુશ્મનને ઓળખવા માટે તાલીમ આપવામાં આવી હતી.આ બહાદુર કૂતરાને સ્પેશિયલ બોટ સર્વિસ પરિવહન કરવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.ગયા વર્ષે અલ કાયદાના આતંકવાદીઓને નિશાન બનાવવા માટે સુરક્ષા દળોએ અફઘાનિસ્તાનમાં દરોડા પાડ્યા હતા.આ દરમિયાન આતંકવાદીએ તેમના પર ગ્રેનેડ અને મશીનગનથી ફાયરિંગ શરૂ કરી દીધી હતી.

એક મોટી જંગ ચાલુ થઇ ગઈ હતી.આ દરમિયાન આ બહાદુર કુતરાને તેમના વિસ્તારમાં મોકલવામાં આવ્યો હતો.કોઈ પણ જાતનો ખચકાટ કર્યા વિના આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો.આ દરમિયાન તેને ગીડીઓ પગ માં વાગી હતી.આમ હોવા છતાં તેણે આતંકવાદીને પકડીને નીચે પછાડી દીધો હતો.આ પછી, સુરક્ષા દળોએ વિલંબ કર્યા વિના સફળતાપૂર્વક આ કામગીરી પૂર્ણ કરી.

2:19 pm