કરછ નો એક એવો પ્રદેશ કે જયાં આજે પણ સંભળાય છે ઢોલીનો ઢોલ.ચાલો જાણીએ એ પ્રદેશ વિશે….

આપણે આજે વાત કરવા ની છે કરછ નું એક ગામ જેનું નામ છે …. વ્રજવાણી …કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ ઐતિહાસિક ગામ છે. વ્રજવાણીમાં આશરે પપપ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ઢોલીના પાળિયામાં નાદ સંભાળાય છે.

આમ તો વ્રજવાણીના ઇતિહાસને લઇને સમાજ, લોકો અને લેખોમાં અસમંજસતા રહેલી છે, પણ ઇતિહાસના પાના ઉથલાવીએ તો આજથી આશરે પપપ વર્ષ પહેલાં વાગડના વ્રજવાણીમા આહિ‌રો નેસડાઓમાં વસવાટ કરતા, અખા ત્રીજના મેળામાં એ સમયે યુવાનો કુસ્તી કરી રહ્યા હતા, બાળકો હિંચકા ખાઇ રહ્યા હતા અને નેસડાની ૧૪૦ આહિ‌રાણીયુ સવારના પહોરથી ઢોલના તાલે કદમતાલ મિલાવી રમી રહી હતી, ઢોલીની થાપ પડતી ગઇ ધ્રુજારી ઉત્પન્ન થતી ગઇ અને ૧૪૦ આહિ‌રાણીયું હાથીદાંતના જાડા ચૂડલા અને પગમાં કાંબી અને કડલા પહેરી રાસડા લેતી રહી, રાત આખી વીતવા આવી, ત્યાં સુધી તેઓના પગ થંભ્યા જ નહીં.

kachch mandir

પશુઓની દોહાઇ અને રાતનું વાળું બાકી હતું, નાના બાળકો રોતા રોતા ભૂખ્યા પેટે સૂઇ ગયા હતા, બીજા દિવસના પ્રથમ પહોરે ગામના આહીરો ગરમ થયા , સ્થળે જઇ જોયું તો બધીયે આહીરાણીયુ રાસ રમવામાં મશગૂલ હતી.

kachch mandir

એક આહીરે ગુસ્સામાં આવી ઢોલીને તલવારનો ઝાટકો મારતા તે તત્કાળ મૃત્યુ પામ્યો પણ શૂરાપુરાની જેમ ધડ અને હાથ ઢોલ પર થાપ પડતા જ રહ્યા. સૂરની પ્રેમી અને કૃષ્ણની ધૂન પર રાસ રમતી આહિ‌રાણીઓ સમી ગોપીઓએ થંભી ગઇ, ઘરે જવા ઇનકાર કરી તેઓએ સંગીતના પ્રેમ વિયોગમાં તરત એ જગ્યાએ પ્રાણ ત્યાગ કર્યો જે સ્થળ પર આજેય તે સતીઓના ૧૪૦ પાળિયા છે, ઢોલીનો પાળિયો અને નવું બનેલું સતી સ્મારક છે, જેમાં ઢોલીના પાળિયામાં આજે પણ કાન ધરતા એક બિટ સંભળાય છે, માઇક્રોવેવ સમી ધ્રુજારી ઉત્પન્ન થાય છે.

kachch mandir

વર્ષોથી સંભાળતી આ દંતકથાનો ઘણા શ્રદ્ધાળુઓએ સાક્ષાત્કાર કર્યો, આજે વિજ્ઞાનયુગમાં આ વાત ભલે આપણે માનીએ કે, ન માનીએ, પણ બને છે હકીકત છે, ભલે પછી આ સત્ય પાછળ લોકોની આસ્થાનુ તિતભ્રમ હોય, આ જગ્યાની પવિત્રતા હોય, આજે ધ્રબૂકી રહેલા ઢોલીનું જોમ હોય કે, પછી ૧૪૦ આહિ‌રરાણીયુંનું સત, જે પણ હોય પણ અહીં આવનારા પ્રવાસીઓ હોંશે હોંશે આ વાતની અનુભૂતિ કરવા સ્મારકની પાછળ આવેલા ઢોલીના પડીએ કાન જરૂર ધરે છે અને બિટ સંભળાય છે અને અમુક પ્રવાસીઓ તો દરેક પાળિયે પાળિયે જઇ અન્ય વાતની સત્યતા ચકાસતા હોય છે.

About Prasad Khabar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *